પ્રવૃત્તિઓ
પરિચય પ્રવૃત્તિ
-
1) પ્રાચીન ગ્રંથનું સંપાદન
2) પુસ્તક પ્રકાશન
3) સંસ્કાર પર્વ
4) Online Magazine
5) સંસ્કાર કેન્દ્ર
6) વર્તમાન
1) સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં લખાયેલા પ્રાચીન ગ્રંથોનું સંપાદન, નવ સંપાદન, અનુવાદ, વિવરણ વ્યાકરણ, ન્યાય, સાહિત્ય, ધર્મ વિષયક પ્રાચીન જૈન-અજૈન શાસ્ત્રો તે તે ક્ષેત્રના નિષ્ણાત વિદ્વાનો દ્વારા સંપાદિક કરાવી પ્રકાશન કરવું. આજ સુધીમાં 20 ગ્રંથો પ્રકાશિત થઈ ચુક્યા છે.
2) ગુજરાતી, મરાઠી, હિંદી, અંગ્રેજી ભાષામાં સંસ્કાર બોધ અને પ્રેરણા આપતા પુસ્તકો, પ્રવચન ગ્રંથોનું પ્રકાશન.
- બાળકો માટે બાળકોની ભાષામાં ધર્મની કથા.
- યુવાનો માટે પ્રેરણાદાયક સાહિત્ય.
- આધ્યાત્મિક પુસ્તકો.
- પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજનું પ્રવચન સાહિત્ય. (20 પુસ્તકો પ્રકાશિત થઈ ચુક્યા છે.)
3) પ્રવચન એટલે કે વ્યાખ્યાન દ્વારા સંસ્કાર ચેતનાને જાગૃત કરવા માટે ‘સંસ્કાર-પર્વો’ નું આયોજન. ‘સંસ્કાર-પર્વો’ એક વિશિષ્ટ આયોજન છે. જેનાં આનંદ અને સંસ્કારનો સમન્વય છે. અમારા પ્રેરણા સ્રોત્ર પરમ પૂજ્યમુનિરાજશ્રી વૈરાગ્યરતિવિજયજી મ. સા તથા પરમપૂજ્ય મુનિરાજશ્રી પ્રશમરતિવિજયજી મ. સા. પોતાની વાણી દ્વારા અનેક યુવાનોના રાહ બદલે છે. વ્યક્તિત્ત્વ વિકાસ, ધ્યાન-વિધિ, માનવતા-જીવદયા જેવા અનેક કાર્યો દ્વારા માનવ ચેતનાને પ્રેમના તારથી જોડવાનો સુંદર પ્રત્યન કરે છે.
4) Online Magazine :- ‘સંવાદ’ (Samvad) દર મહિને પ્રગટ થતું E-magazine છે. જેમાં સુંદર પ્રેરણાદાયક વિચારો આપને E-mail થી મળતા રહેશે. આ નિઃશુલ્ક સેવા છે. આપ આપના વિચારો-પ્રેરણા-દાયક જીવનલક્ષી વિચારો રજૂ કરી શકો છો. એટલું જ નહીં આપના જીવનની સમસ્યાઓનું માનિસક અને આધ્યાત્મિક સમાધાન પૂજ્ય ગુરુભગવંતો પાસેથી મેળવી શકો છો.
5) પ્રવચન પ્રકાશન દ્વારા સંસ્કાર-કેંદ્રની સ્થાપના થશે. સ્થાપના થશે. અહીં આવીને આપ દિવ્યસંસ્કારોનું નિર્માણ કરી શકો છો.
સંસ્કાર કેન્દ્રમાં
- વિશાળ પુસ્તકાલય-વાંચનાલય હશે.
- જૈન ધર્મ વિષે સંશોધન કરવા માટે અનુસંધાન કેન્દ્ર હશે.
- આત્મસાધના કરવા માટે ધ્યાન કેન્દ્ર હશે.
- આત્મલક્ષી સંસ્કાર નિર્માણ કરવા ‘મૈત્રી ધામ’ (કોન્ફરન્સ) હોલ હશે.
- પ્રાચીન સામગ્રીનું મ્યુઝીયમ હશે.
- પ્રાકૃત-સંસ્કૃત અભ્યાસ ગ્રંથ કોષ હશે.
- પ્રાચીન શાસ્ત્રોના અનુસંધાન માટે સુવિધા હશે.
6) વર્તમાન - અમારા-આપણા પ્રવચન પ્રકાશન માટે જીવન સમર્પિત કરનારા ગુરૂદેવશ્રી પ. પૂ. મુનિરાજશ્રી વૈરાગ્યરતિવિજયજી મ. સા તથા પ. પૂ. મુનિરાજશ્રી પ્રશમરતિવિજયજી મ. સા. ના કાર્યક્રમોની માહિતી.
- તેમનું વિચરણ
- તેમની ઉપસ્થિતિમાં થતાં ધાર્મિક કાર્યક્રમો.
- તેમના દ્વારા પ્રેરિત કાર્યો.
- સંસ્કાર પર્વોની વર્તમાન માહિતી.
આ સર્વે દ્વારા પૂજ્ય મુનિભગવંતોનો સંપર્ક તરત કરી શકો