સંસ્થા

પ્રવચન પ્રકાશનમાં આપનું સ્વાગત છે.

‘પ્રવચન પ્રકાશન’

'પ્ર' = શ્રેષ્ઠ, ઉત્તમ, સારૂં

'વચન' = વાણી, શબ્દ

'પ્રકાશન' = પ્રગટ કરવું.

શ્રેષ્ઠ શબ્દ દ્વારા અંતરના સારા ભાવોને અભિવ્યક્ત કરવા એ પ્રવચન પ્રકાશનનો અર્થ છે. દેશ, જાતિ, ધર્મના નામે વિભાજિત થયેલી માનવતાને ફરી એક કરવાનું કામ પ્રવચન અર્થાત્ સારા શબ્દો કરી શકશે. કેમ કે શબ્દ કમ્યુનિકેશનનું શ્રેષ્ઠ માધ્યમ છે. પ્રવચન પ્રકાશન પ્રાચીન જ્ઞાન વારસો અને આધુનિક વિજ્ઞાનનો સેતુ છે.. અધ્યાત્મ અને વિજ્ઞાનનો પ્રીતિસંગમ પ્રવચન દ્વારા થાય છે. પ્રવચન પ્રકાશન શબ્દ દ્વારા જ્ઞાન, પ્રેમ, કરૂણા, સેવા, મૈત્રી ને આપનાં અંતર સુધી પહોંચાડવાનો પ્રત્ય કરે છે.

‘વાંચન ઘડીભરનું સિંચન જિંદગીભર’નું ‘Wisdom With Words’ આ પ્રવચન પ્રકાશનનો આ મુદ્રાલેખ છે. સારૂં વાંચન એ જીવનનો સર્વોચ્ય આનંદ છે. સારી ભાષા અને સારો વિષય એક સાથે વાંચવા મળે તો અંતરમાં અંજવાળું રેલાઈ જાય. પ્રવચન પ્રકાશન આ દિશા સાધવા માંગે છે. શબ્દશ્રીથી સમૃદ્ધ અને આજ્ઞાધર્મથી અનુબધ્ય સાહિત્યનું પ્રકાશન કરવાનો મુદ્રાલેખ ધરાવતું પ્રવચન પ્રકાશન ઘરઘમાં અને ઘટઘટમાં સદ્ વિચાર અને સદ્ ભાવનાની સરવાણી વહેતી મુકશે.